નેચરલ રબરમાં કોઈ નવા ફન્ડામેન્ટલ્સ નથી જે ભાવને ઉપર લઇ જવામાં મદદરૂપ થાય
rubber

નેચરલ રબરમાં કોઈ નવા ફન્ડામેન્ટલ્સ નથી જે ભાવને ઉપર લઇ જવામાં મદદરૂપ થાય

Tri Une Impex Consultant

નેચરલ રબરમાં અત્યારે એવા કોઈ નવા ફન્ડામેન્ટલ્સ નથી જે ભાવને વેગથી ઉપર લઇ જવામાં મદદરૂપ થાય. પણ રોકાણકારો ચાઈનીસ લ્યુનાર નવા વર્ષ (૧૫થી ૨૧ ફેબ્રુઆરી)ની રજાઓ અગાઉ જાન્યુઆરીમાં માલ ભેગો કરવા ઉતાવળા થાય તો ભાવને ટકો મળી શકે તેમ છે. ટોક્યો કોમોડીટી એક્સચેન્જ (ટોકોમ) પર જુન રબર વાયદો કિલો દીઠ ૨૦૯ યેન મુકાયો હતો. આ અગાઉ આ વાયદો ૯ જાન્યુઆરીએ ૨૧૫ યેન, ૨૮ સપ્ટેમ્બર પછીની નવી ઉંચાઈએ મુકાયો હતો.

આમ પણ રબર બજાર ફન્ડામેન્ટલી મજબુત નહિ હોવાથી ટોકોમમાં આવતા ઉછળા ઉભરા જેવા સાબિત થાય છે. શાંઘાઈ મે ડીલીવરી વાયદો ૧૪,૪૪૫ યુઆન (૨૨૪૭ ડોલર), પ્રતિ ટન મુકાયો હતો. ભારતમાં સ્પોટ કોટ્ટાયમ રબર આરએસએસ-૪નાં ભાવ, ૧૦૦ કિલો દીઠ રૂ. ૧૨,૯૫૦ (૨૦૩ ડોલર) મુકાયા હતા. એશિયાના ત્રણ સૌથી મોટા ઉત્પાદક દેશ થાઈલેન્ડ, મલેશિયા અને ઈન્ડોનેશિયાએ માર્ચ ૨૦૧૮ પહેલા, ઇન્ટરનેશનલ ટ્રાયપાર્ટી રબર કાઉન્સીલની (આઈટીઆરસી) સ્વીકૃત એક્સપોર્ટ ટનેજ સ્કીમ હેઠળ ૩.૫ લાખ ટન રબરની નિકાસ તત્કાળ અટકાવવાની વિનંતી કરી છે. આઈટીઆરસીના અધિકારીઓની ૨૨ ડિસેમ્બરે મળેલી બેન્કોક બેઠકમાં આ વિનંતી પ્રસ્તુત કરવામાં આવી હતી.

હવે આઈટીઆરસીની સર્વેલન્સ કમિટી તેના તરફ ચાંપતી નજર રાખી રહી છે. ઇન્ટરનેશનલ રબર કન્સોર્ટીયમ લીમીટેડનું માનવું છે કે જો આ પગલા સંગઠિત રીતે ભરવામાં આવશે તો, બધા દેશને ખબર છે કે ભાવ નિશ્ચિતપણે વધશે અને તે ઉદ્યોગના તમામ સ્ટેકહોલ્ડર માટે વાજબી અને નફાકારક બની રહેવાની શક્યતા છે.

વર્તમાન ફોરવર્ડ કોન્ટ્રેક્ટ મુજબ, બીઝનેસ કમીટમેન્ટ સહીત તમામ દેશો તેમના દેશના નિયમનો હેઠળ એગ્રીડ એક્સપોર્ટ ટનેજ સ્કીમ પ્રમાણે આ યોજનાનો અમલ થવાની શક્યતા છે.
કંબોડીયાનું રબર ઉત્પાદન ૨૦૨૪ સુધી દર વર્ષે વૃદ્ધિ પામતું રહેશે. ૨૦૦૫, ૨૦૦૬ અને ૨૦૦૭ દરમિયાન વાવેલા નવા રબર ઝાડ હવે પરિપક્વ થઇ ગયા છે અને રબર દોહન માટે તૈયાર થઇ ગયા છે. ૨૦૧૭મા કંબોડીયાની રબર નિકાસ ૩૬ ટકા વધીને ૧.૯૦ લાખ ટન થઇ હતી. કંબોડીયામાં રબર માટેની જમીનનો વપરાશ વધી રહ્યો છે. ત્યાં રબર પ્લાન્ટેશન હવે વધીને ૭૦૦૦ હેક્ટર થઇ ગયું છે. ભારતમાં પણ ઉત્તર-પૂર્વીય રાજ્યોમાં રબર વાવેતર માટે વધુને વધુ જમીન ફાળવાઈ રહી છે. કૃષિ વૈજ્ઞાનિકો ચેતવણીના સૂરમાં કહે છે કે આને લીધે પરિયાવરણ સામે ખતરો પેદા થઇ શકે છે.

કેરાલા પછીના બીજા નંબરે હવે ત્રિપુરા રાજ્ય રબર ઉત્પાદનમાં અગ્રેસર છે, હવે ત્યાં ૭૦,૦૦૦ હેક્ટર અથવા દેશની કુલ રબર વાવેતર હેઠળની જમીનનો ૭ ટકા હિસ્સા જેટલી જમીનમાં રબર બગીચા વવાયા છે. જે ૧૯૭૦મા માત્ર ૭૦૦૦ હેક્ટર હતા. આસામમાં પણ છેલ્લા એક દાયકામાં રબર વાવેતર ૩૦૦ ટકા વધીને ૪૯,૦૦૦ હેકટરમાં થયું છે. તાજેતરના વર્ષોમાં મેઘાલય, મણીપુર, મીઝોરામ અને નાગાલેન્ડમાં પણ વાવેતર મોટાપાયે વધ્યું છે.

યુનીવર્સીટી ઓફ ઇસ્ટ એન્જેલીયાનો રીસર્ચ રીપોર્ટ આગાહી કરતા કહે છે કે ૨૦૨૪ સુધીમાં દુનિયાભરમાં કુદરતી રબરની માંગને પહોચી વળવા રબર વાવેતર ૪૩ લાખ હેક્ટરથી વધારીને ૮૫ લાખ હેક્ટરમાં કરવું પડશે. ભાવમાં મોટાપાયે ઘટાડો થવાથી, ભારતીય નેચરલ રબર પ્લાન્ટેશન ઉદ્યોગ અત્યારે ખુબ ખરાબ સમયમાંથી પસાર થઇ રહ્યો છે. આ સંયોગમાં જો કેન્દ્ર સરકાર રબર ગુડ્સ ઉદ્યોગના દબાણમાં આવીને કપ લંપ રબરની આયાત કરવાની પરવાનગી આપશે તો પ્લાન્ટેશન ઉદ્યોગની મુશ્કેલીમાં વધારો થશે. જો આમ થશે તો ભારતીય રબર ખેડુતો વેલ્યુએડીશન કરીને રબરના ભાવ કિલો દીઠ રૂ. ૧૬૦ મેળવે છે, તેમને કપ લંપ રબર ઉત્પાદન તરફ પાછુ ફરવું પડશે અને તેમને કિલો દીઠ માત્ર રૂ ૬૦ની ઉપજ થશે. તા. ૧૮-૧-૨૦૧૮

Tri Une Impex Consultant

You can share this post!

RELATED NEWS

0 Comments

Leave Comments